રેઈન એલર્ટઃ આંધ્રપ્રદેશ, તેલંગાણામાં આકાશમાંથી આફતનો વરસાદ, 18ના મોત, 100થી વધુ ટ્રેનો રદ
શનિવાર અને રવિવારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે બંને રાજ્યોમાં 18 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે બંને રાજ્યોમાં રેલ અને રોડ ટ્રાફિકને માઠી અસર થઈ છે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણાની નદીઓ પૂરજોશમાં છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હજારો લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.