
દિલ્હીમાં થયેલી હિંસા બાદ રાહુલ ગાંધીનુ ટ્વિટ, વિન્રમ રહીને પણ દુનિયા હલાવી શકાય છે.
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચના પગલે થયેલી હિંસા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને સંદેશ આપ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, વિનમ્ર રહીને પણ તમે દુનિયાને હલાવી શકો છે.ફરી એક વખત મોદી સરકારને અપીલ છે કે, કૃષિ વિરોધી કાયદા પાછા લેવામાં આવે.
જોકે રાહુલ ગાંધી દિલ્હીમાં થયેલી હિંસા વચ્ચે બે દિવસ કેરાલામાં પોતાના મત વિસ્તારના પ્રવાસે છે.ધ્યાન ખેંચનારી વાત એ છે કે, નવા કાયદાનો કોંગ્રેસે પહેલેથઈ વિરોધ કર્યો છે અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યુ છે પણ દિલ્હીમાં ગઈકાલે હિંસા ફાટી નીકળ્યા બાદ કોંગ્રેસના મોટાભાગના નેતાઓ આ મુદ્દે પ્રતિક્રિયા આપવાથી બચી રહ્યા છે.
બીજી તરફ સમાજવાદી પાર્ટીએ દિલ્હીમાં થયેલી હિંસાને લઈને ભાજપની ટીકા કરી છે.આ હિેસા માટે ભાજપ જ જવાબદાર છે તેવુ પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનુ કહેવુ છે.
“विनम्र तरीक़े से आप दुनिया हिला सकते हैं।”
-महात्मा गांधी
एक बार फिर मोदी सरकार से अपील है कि तुरंत कृषि-विरोधी क़ानून वापस लिए जाएँ।
— Rahul Gandhi (@RahulGandhi) January 27, 2021