રાહુલ ગાંધીએ PM મોદી ઉપર સાધ્યુ નિશાન, પ્રધાનમંત્રી જણાવે કે ચીની સૈનિકોને ભારતીય સીમામાંથી કઈ તારીખે બહાર કાઢશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 77

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામે સંબોધન કર્યું છે. પીએમ મોદીના આ સંબોધન પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધઈએ પ્રધાનમંત્રી ઉપર નિશાન સાધ્યું હતુ. રાહુલે ટ્વિટ કરીને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણમાં દેશને જણાવે કે ક્યારે ચીનીઓને ભારતની સીમામાંથી બહાર કરશે.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ

રાહુલ ગાંધીએ પોતાના ઓફિશીયલ હેંડલ ઉપર પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, પ્રિય પ્રધાનમંત્રી પોતાના સાંજે 6 વાગ્યાના સંબોધનમાં કૃપયા દેશને જણાવે કે તમે કઈ તારીખે ચીનીઓને ભારતીય ક્ષેત્રની બહાર ફેંકશો. ધન્યવાદ.

ગલવાન ઘાટીમાં 20 જવાનો થયા હતા શહીદ

જણાવી દઈએ કે ચીન સાથે થઈ રહેલા વિવાદની વચ્ચે સતત રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર ઉપર નિશાન સાધતા રહ્યાં છે. મેમાં ભારત અને ચીન વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે 20 જૂનના રોજ હિંસક ઝપાઝપીમાં પરિવર્તિત થઈ હતી. જેના કારણે ગલવાનઘાટીમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તે બાદથઈ જ ભારત અને ચીનની વચ્ચે વાતચીતોનો દોર શરૂ થયો છે.

એલએસી ઉપર ચીને તૈનાત કર્યાં 50 હજારથી વધારે સૈનિકો

બંને દેશોની વચ્ચે મેમાં શરૂ થયેલા તણાવ બાદ ભારત અને ચીનના પૂર્વી લદ્દાખમાં એલએસી ઉપર 50000થી વધારે સૈનિક તૈનાત કર્યા છે. ભારતે ચીનથી લાગનારી સીમાઓ ઉપર પર્યાપ્ત સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી છે. હાલ તો બંને દેશોની વચ્ચે વાતચીત કરી રહ્યાં છે અને સમાધાન તરફ આગળ વધી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.