
રાહુલ ગાંધી વાયનાડ માટે રવાના, સાંસદ તરીકે પુનઃસ્થાપિત થયા બાદ પ્રથમ મુલાકાત
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાત લેવા માટે દિલ્હીથી રવાના થયા છે. સંસદનું સભ્યપદ પાછું મેળવ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર વાયનાડના લોકોનો મળશે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના આ વાયનાડ પ્રવાસને પાવર શો તરીકે જોવામાં આવી રહ્યો છે.
રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત
ઉલ્લેખનીય છે કે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. આ પછી 7 ઓગસ્ટે રાહુલ ગાંધીને લોકસભાની સદસ્યતા પાછી મળી. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ‘મોદી’ સરનેમ રિમાર્ક કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી. આ પછી લોકસભા સચિવાલયે રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું હતું.
રાહુલ ગાંધી વાયનાડમાં બે દિવસ રોકાશે
રાહુલની મુલાકાત પહેલા કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વીટી સિદ્દીકીએ માહિતી આપી છે કે રાહુલ ગાંધી 12 ઓગસ્ટે વાયનાડ આવશે. અમે તેમના માટે ઉષ્માભર્યા સ્વાગતની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ અને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 12મી ઓગસ્ટે જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક છે. આ માટે રાહુલ ગાંધી 12 અને 13 ઓગસ્ટે હાજર રહેશે.
રાહુલ ગાંધીને બંગલો પાછો મળ્યો
વીટી સિદ્દીકીના જણાવ્યા અનુસાર, 12, તુઘલક લેન ખાતેનો બંગલો પણ રાહુલ ગાંધીને ફરીથી ફાળવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને દિલ્હીમાં સાંસદ તરીકે બંગલો ફાળવવા માટે એસ્ટેટ ઓફિસ તરફથી સત્તાવાર પુષ્ટિ મળી છે. તમને જણાવી દઈએ કે મોદી સરનેમ કેસમાં દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીને 24 માર્ચે લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. તેને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
Tags india Rahul Gandhi Rakhewal