રાહુલ ગાંધી તેલંગાણામાં 1,300 કિ.મી. કાપ્યા ભારત જોડો યાત્રા’ 57મા દિવસે હૈદરાબાદના રુદ્રરામથી આગળ વધી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીના નેતૃત્વ નીચેની ‘ભારત જોડો યાત્રા’ આજે ૧૭મા દિવસે હૈદરાબાદના રુદ્રરામથી ફરી આગળ વધી છે અત્યાર સુધીમાં આ યાત્રાએ તેલંગાણામાં આશરે ૧,૩૦૦ કી.મી.નું અંતર કાપ્યું છે.કોંગ્રેસની ભારત જોડો યાત્રા અત્યારે તેલંગાણામાં છે. કન્યા કુમારીથી- કાશ્મીર સુધીની ૩,૭૫૦ કી.મી.ની આ યાત્રા હજી સુધીમાં તમિલનાડુ, કેરલ, કર્ણાટક, આંધ્રપ્રદેશથી તેલંગાણા પહોંચી છે. ‘યાત્રા’ ૭મી નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશશે તે પૂર્વે ૪થી નવેમ્બરે તે એક દિવસનો વિરામ લેશે. તેલંગાણામાં આજે યાત્રાનો આઠમો દિવસ છે. રાજ્યના પાટનગર હૈદરાબાદના રુદ્રરામથી ફરી આગળ વધશે.આ યાત્રા અંગે કોંગ્રેસે કહ્યું છે કે, ”આ યાત્રા ઇતિહાસ બદલશે. ગર્વ કરો કે તમે તેના સાક્ષી છો. આ યાત્રાએ યુવાનોમાં અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ રેડયો છે.”યાત્રા તેલંગાણામાં ૧૬ દિવસ ચાલશે. જે દરમિયાન તે ૧૯ વિધાનસભા અને ૭ સંસદીય ક્ષેત્રો આવરી લેશે. મહથલથી તેલંગાણામાં પ્રવેશેલી આ યાત્રા ૧૬ દિવસ સુધી ચાલશે.આ યાત્રા દરમિયાન કોંગ્રેસ માત્ર પોતાની ગુમાવેલી જમીન જ પાછી મેળવવા માગે છે તેવું નથી પરંતુ તે યુવાનો અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ પ્રેરવા માંગે છે.ચિત્રદુર્ગમાં એક ટાંકી ઉપર ચઢી રાહુલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. એક વખત પોતાના માતાના બૂટની લેસ બાંધતા પણ દેખાયા. સોનિયા ગાંધી ૬ઠ્ઠી ઓક્ટોબરે આ યાત્રામાં જોડાવા યાત્રામાં ફિલ્મ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ જોડાયા. રાહુલે આ યાત્રાને તપસ્યા તરીકે કહેતા કેન્દ્ર ઉપર બેકારી અને મોંઘવારીના વધતા આંક અંગે પ્રહારો પણ કર્યા. આ સર્વે યાત્રાને નવું રૂપ આપી રહ્યા છે. ૨૪ની તૈયારીઓ થઈ રહી છે તે યાત્રાનો હેતુ છે. નીરિક્ષકો જણાવે છે કે, કોંગ્રેસે હિન્દુ બહુમતી પ્રત્યે સેવેલી ઉદાસીનતાને લીધે જ પ્રત્યાઘાતો ઉત્પન્ન થયા તેના પરિણામે હિન્દુત્વ તરફી પાર્ટીને લાભ મળી ગયો. તે પાર્ટીની વાત મહદઅંશે સાચી પણ છે તે સ્વીકારવું જ પડે તેમ છે. તેનું તો સ્પષ્ટ મંતવ્ય છે કે હિન્દુઓ પ્રત્યે થતી ઉપેક્ષાવૃત્તિ દૂર થવી જ જોઈએ. તેથી તો તે પક્ષ પ્રબળ બન્યો છે. કોંગ્રેસને તે વાસ્તવિકતા એટલી બધી મોડી સમજાઈ કે લોકસભાની ચૂંટણીમાં તેને માત્ર ચુમ્માળીશ જ બેઠકો મળી, બીજી તરફ મમતા અને નીતિશ જેવા પ્રાદેશિક નેતાગણ જોરમાં આવવા લાગ્યા. તેમાં માયાવતી, બસપા, મુલાયમસિંહના નેતૃત્વ નીચે સ.પા. તો મહારાષ્ટ્રમાં શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આગળ વધી રહ્યા. કોંગ્રેસ ધીમે ધીમે હાંસિયામાં મુકાતી ગઈ.દેશની આ સૌથી પહેલી પોલિટિકલ પાર્ટી ગ્રાન્ડ-ઑલ્ડ- પાર્ટીના વરિષ્ઠ નેતાગણે જે કદાચ આ યાત્રાનો માર્ગ સુઝાડી ફરી ટટ્ટાર કરવા પ્રયત્નો શરૂ કર્યા છે અને આ તબક્કે તે પ્રયત્નો સફળતા તરફ જતા સ્પષ્ટ દેખાય છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તે દરમિયાન માર્ગમાં આવતા તમામ હિન્દુ મંદિરોની લીધેલી મુલાકાત તો પ્રિયંકા વાડ્રાએ હિમાચલ પ્રદેશમાં પણ મંદિરમાં કરેલા પૂજા અર્ચના સ્પષ્ટ દર્શાવે છે કે પાર્ટીએ રિસાઈ ગયેલી હિન્દુ બહુમતીને મનાવવાનું શરૂ કર્યું છે તે ઉપરથી નિરીક્ષકો આકલન બાંધે છે કે, ‘૨૪ની ચૂંટણીમાં પાર્ટી ઓછામાં ઓછી ૧૨૦- ૧૨૫ બેઠકો તો લઈ જ જશે અને અન્ય તમામ વિપક્ષોમાં તે અગ્રીમ બની રહેશે.તે યાદ રહે કે ખરા અર્થમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે ફેલાયેલા જ બે જ પક્ષો છે ભાજપ અને કોંગ્રેસ અન્ય તમામ પક્ષો મહદઅંશે પ્રાદેશિક પક્ષો જ બની રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી બનવા માટે નથી તેમની પાસે કોઈ સબળ નેતૃત્વ કે નથી સુવ્યવસ્થિત આયોજક તંત્ર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.