પંજાબની જેલોમાં વીઆઈપી રૂમ બંધ કરી દેવામા આવશે
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ લેવાઇ રહેલા એક બાદ એક નિર્ણયમા રાજ્ય સરકારે તમામ વીઆઈપી કલ્ચરને પુર્ણ કરવાનો નિર્ણય લીધો છે.જેના અંતર્ગત પંજાબની જેલોમાં જે વીઆઈપી રૂમ છે તે બંધ કરી દેવાશે અને તેના સ્થાને તમામ પ્રકારના કેદીઓ માટે સુવિધા વધારાશે.આ ઉપરાંત વીઆઈપી જેલ રૂમને જેલ મેનેજમેન્ટ બ્લોક તરીકે પણ કામકાજમાં લેવા મંજુરી આપવામાં આવી છે.