પુલવામા જેવા મોટા હુમલાની ફિરાકમાં હતા આતંકીઓ, સેનાએ ૨૦ કિલો એક્સપ્લોસિવ ભરેલી કાર શોધીને ઉડાવી દીધી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ કર્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે.

પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રુટ્સ તુરંત સીલ કરી દીધા હતા. આ દરમિયાન જ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી હતી

સુરક્ષાદળોએ કારની પાસે જઈને જોયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના ડ્રમ પડ્યા હતા. સુરક્ષાબળોએ સમગ્ર રાત કારની વોચ રાખી. પછીથી આસપાસના ઘરોને ખાલી કરવી દીધા. બાદમાં વાહનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓનું કોઈ મોટું કાવતરું હતું. કાર પર સ્કૂટરની નંબર પ્લેટ લાગડવામાં આવી હતી, તેનું રજિસ્ટ્રેશન કઠુઆ જિલ્લાનું મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.