વડાપ્રધાન મોદીએ અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. વધતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. PM સાંજે 4.30 વાગ્યે હાઈ લેવલ બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. દેશમાં પોઝિટિવિટી રેટ 10ની ઉપર પહોંચી ગયો છે. એવામાં મોદી સંક્રમણને નાથવા માટે લોકડાઉન જેવા સખ્ત પગલા ભરી શકે છે.

આ પહેલા વડાપ્રધાન મોદી 22 ડિસેમ્બર અને 26 નવેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી ચુક્યા છે. બંને મીટિંગમાં PMએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપ્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને પણ નિર્દેશ આપ્યા હતા.

PM મોદીએ 22 ડિસેમ્બરે દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને અધિકારીઓ સાથે હાઈ લેવલ રિવ્યૂ મીટિંગ કરી હતી. લગભગ એક કલાક ચાલેલી આ બેઠકમાં હેલ્થ મિનિસ્ટ્રી સહિત ઘણા વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતા. વડાપ્રધાને સ્થિતિની માહિતી લેવાની સાથે સરકારની તૈયારીઓ પણ જાણી હતી. PMએ અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક વધારવાના નિર્દેશ આપ્યા હતા. સાથે જ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારીને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારુ કરવા પર ભાર આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.