રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 40 લોકોને જીવનરક્ષા પદકથી સન્માનિત કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 66

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 40 વ્યક્તિને જીવનરક્ષા પદક શ્રુંખલા એવોર્ડ 2020ને મંજૂરી આપી છે.કેન્દ્રીય ગૃહમંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ જીવન રક્ષક પદક માટે 1 વ્યક્તિ,ઉત્તમ જીવન રક્ષા પદક માટે 8 અને જીવનરક્ષા પદક માટે 31 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમ આ એવોર્ડ્સ માનવીય પ્રકૃતિના પ્રશંસાત્મક કાર્ય માટે આપવામાં આવે છે.જેથી વ્યક્તિના જીવનને કટોકટીમાં બચાવવા મદદ મળે.આમાં ડૂબવું,અકસ્માત,આગની ઘટના,વીજળી,કુદરતી આફતોમાં મદદ વગેરેનો સમાવેશ થાય છે.જીવન રક્ષક મેડલ શ્રુંખલા એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે,જેઓ માનવજીવનના રક્ષણમાં ફાળો આપે છે.આમ આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.જેમાં ઉતમ જીવન રક્ષક પદક, સર્વોતમ જીવન રક્ષક પદક અને જીવન રક્ષક પદક શામેલ છે.આ એવોર્ડ આપનારને ગૃહમંત્રી દ્વારા સહી કરાયેલું પ્રમાણપત્ર અને રોકડ રકમ આપવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.