દિલ્હીમાં ખેડૂતોની લાંબા ગાળાની લડાઈની તૈયારી: 6 મહિનાનું રાશન લઈને એકઠા થયા હજારો કિસાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 51

કેન્દ્ર સરકારે ઘડેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા હજારો ખેડૂતો પાટનગર નવી દિલ્હીના સીમાડે જમા થયા હતા. સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે લડતને લાંબો સમય ચલાવવા આ લોકો છ મહિનાનું રેશન સાથે લઇને આવ્યા હતા. જ્યાં અટકવું પડશે ત્યાં સવાર સાંજ રસોઇ કરીને ખાશે અને ત્યાંજ રાતવાસો કરશે.

શુક્રવારની રાત ખેડૂતોએ સિંધુ બોર્ડર પર ગુજારી હતી. આમ તો તેમને દિલ્હીના બુરાડી મેદાનમાં દેખાવો કરવાની પરવાનગી મળી ચૂકી હતી. પરંતુ એ લોકો સિંધુ બોર્ડરથી આગળ વધવા તૈયાર નહોતા. ભારયી કિસાન સંઘ સહિતના તમામ ખેડૂત સંઘોએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. આ કાયદા ખેડૂતો માટે વિનાશકર્તા સાબિત થશે એવો આક્ષેપ આંદોલન કરી રહેલા ખેડૂતો કરતા હતા.

જો કે સૌથી વધુ લોકો પંજાબ અને હરિયાણાથી આવ્યા હોવાનું જાણકારોનું માનવું હતું. ખેડૂતોના આંદોલન અંગે પ્રત્યાઘાત આપતાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્રના આ કાયદા અબજોપતિ ઉદ્યોગપતિઓ માટે ગાલીચા સમાન અને ખેડૂતેા માટે ખાઇઓ સમાન હતા. ખેડૂતોને દિલ્હી આવતાં અટકાવવપા સરકારે સડકો ખોદી નખાવી હતી એવો આક્ષેપ પણ પ્રિયંકાએ કર્યો હતો.

કેન્દ્ર સરકારે ઘડેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા હજારો ખેડૂતો પાટનગર નવી દિલ્હીની સરહદો પર અડ્ડો જમાવીને બેઠા હતા. ખેડૂતોના કહેવાતા આંદોલનની અસર વાહન વ્યવહાર પર પડી હતી, લેટેસ્ટ રિપોર્ટ મુજબ ત્રણ હજારથી વધુ ટ્રકો દિલ્હીના સીમાડે અટકી પડી હતી. એટલે દિલ્હીની આસપાસનાં રાજ્યોમાં આવતી કાલે દૂધ કે શાકભાજી નહીં મળે એવી જાણકારી મળી હતી.

આમ આંદોલનકારીઓ લોકોને દૂધ અને શાકભાજી વગર હેરાન કરીને પોતાની તરફેણમાં આંદોલનમાં જોડાવા પ્રેરી રહ્યા હોય એવી છાપ પડતી હતી. અહીં એ પણ ધ્યાનમાં લેવાવું જોઇએ કે દૂધ અને શાકભાજી પેરિશેબલ ગૂડ્સ છે એટલે કે ચોક્કસ સમયગાળામાં વપરાઇ ન જાય તો બગડી જાય. ખેડૂતોના કહેવાતા આંદોલનના પગલે હજારો લીટર દૂધ અને લાખ્ખો કિલોગ્રામ શાકભાજી ફેંકી દેવા પડશે. એનું નુકસાન પણ શાકભાજી ઊગાડનારા ખેડૂતોને જ થશે ને એવો સવાલ પૂછાઇ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.