પ્રશાંત કિશોરે જણાવી પોતાની રણનીતિ, બિહારને બદલવાનો પ્લાન તૈયાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પ્રશાંત કિશોરે પોતાના આગામી પગલાંને લઇને જે સસ્પેન્સ બન્યું હતું તેનો અંત લાવ્યો છે. ચૂંટણીની રણનીતિ બનાવનારા પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ અત્યારે કોઈ રાજકીય પાર્ટી નથી બનાવી રહ્યા. આ સાથે PKએ જણાવ્યું કે, તેઓ બિહાર (PK strategy For Bihar)માં રાજકીય બદલાવ માટે 3 હજાર કિલોમીટરની પદયાત્રા કરશે. આ પદયાત્રા ચંપારણથી શરૂ થશે.

લાલૂ યાદવ અને નીતિશ કુમાર પર પ્રહાર

પ્રશાંત કિશોરે આજે બિહારના પટણા (Prashant Kishore In Bihar) માં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, 30 વર્ષની લાલૂ અને નીતિશની સત્તા પછી પણ બિહાર દેશનું સૌથી પછાત અને ગરીબ રાજ્ય છે. વિકાસના નવા માપદંડો પર બિહાર આજે પણ દેશના સૌથી નીચે છે. બિહાર જો આવનારા સમયમાં અગ્રણી રાજ્યોની યાદીમાં આવવા ઇચ્છે છે તો તેના માટે નવી વિચારધારા અને પ્રયત્નની જરૂર છે.

નવી વિચારધારા અને નવા પ્રયત્નોની જરૂર

PKએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જો બિહારે અગ્રણી રાજ્યોની યાદીમાં આવવું છે તો એ રસ્તાઓ પર ચાલવાનું બંધ કરવું પડશે, જેના પર 10-15 વર્ષથી ચાલતું રહ્યું છે. આ માટે નવી વિચારધારા અને નવા પ્રયત્નોની જરૂર છે. આ નવી વિચારધારા અને નવા પ્રયત્નો કોઈ એકલું ના કરી શકે. બિહારના લોકોએ આ પાછળ તાકાત લગાવવી પડશે.

બિહારને બદલવાની ઇચ્છા રાખનારા લોકોને મળશે PK

તેમણે કહ્યું કે, બિહારના એ લોકો જેઓ અહીંની મુશ્કેલીઓ સમજે છે, જેઓ આ સમસ્યાઓનો ઉકેલ લાવે છે, બિહારને બદલવાનો જુસ્સો રાખે છે તેમણે એકસાથે આવવું પડશે. પ્રશાંત કિશોરે કહ્યું કે, હું કોઈ રાજકીય પાર્ટી અથવા મંચ નથી બનાવી રહ્યો. મારી ભૂમિકા એ હશે કે બિહારને બદલવાની ઇચ્છા રાખનારા લોકો, અહીં રહેતા લોકોને મળું અને તેમને એકસાથે લાવું.

3 દિવસમાં 150 લોકોને મળ્યા

PKએ કહ્યું કે, મારી ટીમે લગભગ 17 હજાર 500 લોકોને ચિન્હિત કર્યા છે જેમને હું મળવાનો છું. ગુડ ગવર્નન્સનો જે વિચાર છે એને જમીન પર લાવવાની વાત હશે. છેલ્લા 3 દિવસમાં 150 લોકો સાથે મીટિંગ કરી ચૂક્યો છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.