Home / News / પંજાબ-હરિયાણાથી આવેલા ખેડૂતોને પોલીસે દિલ્હી બોર્ડર પર અટકાવ્યા, 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની મંજૂરી માંગી
પંજાબ-હરિયાણાથી આવેલા ખેડૂતોને પોલીસે દિલ્હી બોર્ડર પર અટકાવ્યા, 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની મંજૂરી માંગી
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ-હરિયાણાના ખેડૂતોના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે. પંજાબથી દિલ્હી કૂચ કરવા જીદે ચડેલા ખેડૂતોને પોલીસના વોટર કેનનો માર, રસ્તા જામ કરવા માટે લગાડવામાં આવેલા બેરિકેડ્સ અને ટીઅર ગેસના સેલ પણ ન અટકાવી શક્યા. ખેડૂત સતત આગળ વધી રહ્યાં છે. રાતે 2.30 વાગ્યે તે દિલ્હીથી કુંડલી બોર્ડર લગભગ 8 કિમી દૂર હતા. તેમણે કહ્યું કે, હરિયાણાના તમામ બેરિકેડ્સ તોડી દેવાયા છે, હવે શુક્રવારનો નાસ્તો દિલ્હીમાં જ કરીશું.પોલીસે આજે ફરી ટીઅર ગેસના સેલ છોડ્યા, પણ ખેડૂત દિલ્હીમાં ઘુસવા માટે જીદે ચડ્યા છે. તેમનું કહેવું છે કે અમે શાંતિથી પ્રદર્શન કરી રહ્યાં છે. તેને ચાલું રાખીને અમે દિલ્હીમાં એન્ટ્રી કરીશું. લોકતંત્રમાં પ્રદર્શનની મંજૂરી હોવી જોઈએ.
દિલ્હી-બહાદૂરગઢ હાઈવે પર ટીકરી બોર્ડર પર પણ પોલીસે વોટર કેનન અને ટીઅર ગેસનો ઉપયોગ કર્યો. અહીંયા ખેડૂત પોલીસ સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા
દિલ્હી પોલીસે સરકાર પાસે 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની મંજૂરી માંગી છે.
હરિયાણા-દિલ્હી બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો પર પોલીસે આજે ફરી ટીઅર ગેસના સેલ છોડ્યા છે. વાહનોને સિંધુ બોર્ડર તરફ જવાથી અટકાવવામાં આવી રહ્યાં છે. દિલ્હી ટ્રાફિક પોલીસે કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી જતા વાહનો વેસ્ટર્ન-ર્ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેથી અટકાવી શકાય છે.
ખેડૂતોના દેખવાને ધ્યાનમાં રાખતા પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. અહીંયા ખેડૂતોએ આખી રાત જમાવડો કર્યો અને સવારથી નારાબાજી શરૂ કરી દીધી. આજે ઉત્તરપ્રદેશમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરશે.
ભારતીય ખેડૂત યુનિયન(ભાકિયૂ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કૃષિ કાયદાના વિરોધમાં UP નેશનલ હાઈવે અનિશ્વિત સમય માટે જામ કરવાનો નિર્ણય કર્યો છે.
સોનીપતમાં ખેડૂત અને પોલીસમાં તણાવ વધી ગયો છે, ખેડૂતોનું એક ગ્રુપ પાનીપત-સોનીપત બોર્ડર પર પહોંચી ગયું છે. ખેડૂતોએ એવું પણ કહ્યું કે, બેરિકેડ્સ હટાવવાનું શરૂ કરી દીધું છે.
ગુરુવારે ચંદીગઢ-દિલ્હી નેશનલ હાઈ વે પર અંબાલામાં સદ્દોપુર બોર્ડર પર ખેડૂતો પર પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને નદીમાં ફેંકી દીધા અને દિલ્હી તરફ આગળ વધ્યાં. નેશનલ હાઈવે જામ થવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકો ઘણા કલાકો સુધી જામમાં ફસાઈ રહ્યાં.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને આંદોલન ખતમ કરવાની અપીલ કરતા કહ્યું કે, 3 ડિસેમ્બરે તેમની સાથે વાત કરવામાં આવશે, પર ખેડૂતો તેમની વાત પર અડ્યાં છે. તે કેન્દ્રના ત્રણેય કૃષિ બિલને પાછા લેવાની માંગ કરી રહ્યાં છે. ખેડૂતોને અટકાવવા માટે પોલીસે દિલ્હી બોર્ડર પર ટ્રકને આડા અને ત્રાસા ઊભા કર્યા છે. બોર્ડર પર વાહનોનો લાંબો જામ છે.
નેશનલ હાઈવે બંધ થવાથી લોકો હેરાન જોવા મળ્યાં. પંજાબ-હરિયાણા હાઈવે પર ઘણી જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો. લોકો ખેતરના રસ્તે જવા મજબૂર થયા. દિલ્હી જવાના રસ્તા આજે પણ બંધ રહેશે.
ખેડૂત આંદોલનના કારણે ચંદીગઢ-દિલ્હી હાઈવે બંધ રહ્યો. આ જ કારણે ચંદીગઢથી દિલ્હી જતી ફ્લાઈટ્સની ટિકિટ 1000 ટકાથી પણ મોંઘી થઈ ગઈ. એર વિસ્તારાએ 3 હજાર વાળી ટિકિટ 35 હજારમાં વેચી. એર ઈન્ડિયાએ કહ્યું કે, ખેડૂતોના વિરોધના કારણે જે યાત્રિઓની ગુરુવારે ફ્લાઈટ છૂટી ગઈ, તે તેને રિશિડ્યુલ કરાવી શકશે. યાત્રિઓને આ સુવિધા ‘નો શો વેવર’ હેઠળ મળશે.