કોલકાતામાં બાંગ્લાદેશ દૂતાવાસની બહાર ફાયરિંગ, દોડતી થઈ પોલીસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોલકાતામાં બાંગ્લાદેશ હાઈકમિશનની બહાર ગોળીબાર થયો છે. બાંગ્લાદેશ હાઈકમિશનની બહાર એક પોલીસવાળાએ ફાયરિંગ કર્યું છે. આ ગોળીબારમાં એક મહિલાનું મોત થયું છે. આ ઘટનામાં અન્ય કેટલાક લોકો પણ ઘવાયા છે. ત્યારબાદ પોલીસવાળાએ ખુદને પણ ગોળી મારી દીધી હતી. જે મહિલાનું મોત થયું એ સ્કૂટી પર સવાર હતી.

  • પોલીસ સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી છે

ઘટનાસ્થળે હાલમાં પોલીસ પહોંચી ગઈ છે અને આગળ તપાસ કરવામાં આવી રહી છે. જાણકારી મળી છે કે, હુમલો કરનારો પોલીસવાળો લગભગ એક કલાકથી એ જગ્યાએ ફરી રહ્યો હતો. બાંગ્લાદેશ દૂતાવાસની બહાર બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ખૌફનો માહોલ છે. આ ઘટનાનું કારણ તપાસવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી છે.

  • ગોળી લાગવાથી મહિલાનું ઘટનાસ્થળે મોત

ઘટનાસ્થળે રહેલા લોકોનું કહેવું છે કે, સુરક્ષા કર્મચારીએ સ્કૂટી પર મુસાફરી કરી રહેલી મહિલાને નિશાન બનાવી હતી. ગોળી લાગવાથી મહિલા ઘવાઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. પોલીસનું કહેવું છે હાલમાં આ ઘટનાના કારણો જાણી શકાયા નથી. પૂછપરછ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.