બાંગ્લાદેશી નાગરિકોની ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ત્રિપુરાની રાજધાની અગરતલામાં પોલીસે 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓને અગરતલા રેલવે સ્ટેશનથી કોઈપણ માન્ય મુસાફરી દસ્તાવેજ વિના દેશમાં પ્રવેશવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, પોલીસને કેટલાક બાંગ્લાદેશી નાગરિકો અંગે ઈનપુટ મળ્યા હતા કે કેટલાક લોકો સિપાહીજાલા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને અગરતલા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢશે. આ પછી, રેલવે પોલીસે શનિવારે સાંજે તેની શોધ શરૂ કરી. ઓફિસર ઇન્ચાર્જ (OC) તાપસ દાસે જણાવ્યું હતું કે,  અમે અગરતલા રેલવે સ્ટેશનથી 11 લોકોની અટકાયત કરી હતી – પાંચ મહિલાઓ અને છ પુરૂષો અને તેમને પૂછપરછ માટે અગરતલા જીઆરપી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવા માટે કોઈ માન્ય પ્રવાસ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા. તેમણે કહ્યું કે,  ભારતીય ભૂમિમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. વધુ પૂછપરછ માટે તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે 11 બાંગ્લાદેશી નાગરિકો પૈસા કમાવવા માટે ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતા જવાની યોજના બનાવી રહ્યા હતા. “અમે માનવ તસ્કરીના પ્રયાસોની શક્યતાને નકારી શકતા નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે,” અધિકારીએ કહ્યું કે, ‘અગાઉ 27 જૂને અગરતલા રેલવે સ્ટેશન પરથી બે બાંગ્લાદેશી નાગરિકોની ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.