
પોલેન્ડે યુક્રેનને મિગ-29 વિમાનો આપ્યાં
રશિયા સામેનાં યુદ્ધમાં યુક્રેનને સમર્થન આપી રહેલા નાટો દેશો યુક્રેન સાથે યુદ્ધમાં શસ્ત્ર સહાય કરવા તૈયાર થયા છે.આમ અત્યારસુધી એકમાત્ર અમેરિકા યુક્રેનને શસ્ત્રાસ્ત્રોની સહાય કરતું હતું.ત્યારે વર્તમાનમા નોર્થ-એટલાંટિક-ટ્રિટી ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશ પોલેન્ડ યુક્રેનને રશિયન બનાવટનાં ચાર મિગ-29 વિમાનો આપવાનું છે.જેમાં પોલેન્ડ સિવાય ચેકરિપબ્લિક પણ યુક્રેનને શસ્ત્ર સહાય કરવા નિર્ણય લીધો છે.તે પૂર્વે જર્મનીએ અતિબળવાન ટેન્કો યુક્રેનને આપવાનું છે.