પીએમ મોદીનું ગીત ગ્રેમી અવોર્ડ માટે નોમિનેટ થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, મોદી સરકાર બરછટ અનાજ એટલે કે મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે પીએમ નરેન્દ્ર મોદીના સહયોગથી લખાયેલ ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આખા અનાજના ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે લખાયેલ ગીતને શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આ ગીત ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને લખ્યું હતું.

ફાલ્ગુની શાહ અને તેમના પતિ અને ગાયક ગૌરવ શાહ દ્વારા પ્રસ્તુત ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. ફાલ્ગુની શાહ તેના સ્ટેજ નામ ફાલુથી ઓળખાય છે. ગ્રેમી એવોર્ડ્સની રેસમાં અન્ય નોમિનેશનમાં ‘શેડો ફોર્સિસ’ માટે અરુજ આફતાબ, વિજય અય્યર અને શેહઝાદ ઈસ્માઈલી, ‘અલોન’ માટે બર્ના બોય અને ‘ફીલ’ માટે ડેવિડોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, વર્ષ ૨૦૨૩ને મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, જેના માટે ભારત અને યુનાઇટેડ નેશન્સના ખાદ્ય અને કૃષિ સંગઠનના સંચાલક મંડળના સભ્યો દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ૭૫મા સત્ર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, ગીતના રિલીઝ પહેલા ફાલ્ગુનીએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદીએ મારી અને મારા પતિ ગૌરવ શાહ સાથે મળીને એક ગીત લખ્યું છે. તમને જણાવી દઈએ કે એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીતમાં વડાપ્રધાનના ભાષણના કેટલાક અંશો છે અને તેમાં મિલેટ્સના ફાયદા જણાવવામાં આવ્યા છે. આ મ્યુઝિક વીડિયો યુટયુબ પર ઉપલબ્ધ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.