PM મોદીના નામ પાકિસ્તાનમાં ઇમરાન ખાન અને મરિયમ પર બાખડી પડ્યા.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાનના રાજકારણમાં આવેલા નવા રાજકીય તોફાનના કેન્દ્રમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ગયા છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન નિયાજી અને વિપક્ષી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ જૂથના નેતા મરિયમ નવાઝ શરીફ બંને એકબીજાને પીએમ મોદીના ‘મિત્ર’ બતાવીને આકરા પ્રહારો કરી રહ્યા છે. બંને નેતા પીએમ મોદીના નામ પર પોતાને ‘દેશભક્ત’ સાબિત કરવામાં લાગી ગયા છે. ઇમરાન અને મરિયમની વચ્ચે હાલ વાર-પલટવાર એવા સમયે ચાલી રહ્યો છે જ્યારે વિપક્ષી દળઓએ ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (PDM) એ ઇમરાન અને પાકિસ્તાની સેનાની રાતોની ઉંઘ હરામ કરી દીધી છે. ઇમરાન ખાને નવાઝ શરીફને પીએમ મોદીના મિત્ર ગણાવ્યા બાદ હવે પીએમએલ એન નેતાની દીકરી મરિયમ નવાઝે જોરદાર પ્રહાર કર્યો છે. તેણે કરાચીના જલસેમાં કહ્યું કે અમે જ્યારે જવાબ માંગીએ છીએ તો ઇમરાન કહે છે કે નવાઝ શરીફ મોદીની જુબાન બોલે છે. આમ ઇમરાન ખાન અને મરિયમ નવાઝ શરીફ મોદીના નામ પર સામ-સામે આવી ગયા છે.

ઇમરાન આની પહેલાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા પર જોરદાર પ્રહારો કર્યા તેના લીધે ઇમરાન ખાન બરાબરના ગિન્નાયા છે. તેમણે નવાઝ પર દેશની સેનાની છબી ખરાબ કરવાનો આરોપ મૂકયો. એટલું જ નહીં ઇમરાને એટલાં સુધી કહી દીધું કે નવાઝ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા બોલી રહ્યા છે. ઇમરાને શરીફની રેલીને ‘સર્કસ’ ગણાવી દીધું. ઇમરાને કહ્યું કે નવાઝ એ પાકિસ્તાનની સેના પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે નવાઝ એ જે પાકિસ્તાનની સેના અંગે બહાર બેસીને કહ્યું છે તે જનરલ બાજવા પર પ્રહારો નથી પાકિસ્તાનની સેના પર છે. આ જ વાત નરેન્દ્ર મોદીએ કહી હતી. નરેન્દ્ર મોદીએ કેટલીય વખત કહ્યું કે અમને નવાઝ શરીફ પસંદ છે, પાકિસ્તાનના સેનાધ્યક્ષ આતંકવાદી છે. તેમણે કેટલીય વખત કહ્યું અને નવાઝ શરીફે કોઇ જવાબ આપ્યો નહીં.
ખાન એ કહ્યું કે મોદી એમ કેમ નથી કહેતા કે ઇમરાન સાચા છે પરંતુ જનરલ બાજવા ખોટા? કારણ કે તેમને ખબર છે કે મેં તેમનો (મોદીનો) અસલી ચહેરો દુનિયાને દેખાડી દીધો છે, તેઓ કેટલાં કટ્ટરવાદી છે. ઇમરાને કહ્યું કે ભારતીય અખબારોમાં નવાઝના વખાણ થઇ ચૂકયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.