વડાપ્રધાન પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બે દિવસ પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદ 2022માં ભાગ લેશે.પીએમ મોદી નવી દિલ્હીના પુસામાં રાષ્ટ્રીય કૃષિવિજ્ઞાન સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.આ પરિષદમાં પોલીસ મહાનિરીક્ષક અને મહાનિરીક્ષક સ્તરે દેશના લગભગ 350 ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો છે.આમ ગઈકાલથી શરૂ થયેલી આ પરિષદમાં તમામ રાજ્ય પોલીસ દળો અને અર્ધલશ્કરી સંસ્થાઓના વડાઓની બેઠક આગામી ત્રણ દિવસ સુધી ચાલશે.આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સંમેલનની અધ્યક્ષતા કરી હતી.આ દરમિયાન આંતરિક સુરક્ષાના ભાવિ રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સંબોધિત કરશે.કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી,નાર્કોટિક્સ વિરુદ્ધ અભિયાન, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર મુખ્ય ચર્ચા કરવામાં આવશે.આ સિવાય સીમા વ્યવસ્થાપન,સરહદ પારથી પડકારો,દરિયાઈ સુરક્ષા,ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ઉભો થયેલો ખતરો,અર્થતંત્ર,ક્રિપ્ટોકરન્સી,માઓવાદી હિંસા અને પૂર્વોત્તર અશાંતિ પર પણ ચર્ચા થવાની છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.