PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે, એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા. સીએમ યોગીએ જાહેર સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, પીએમ મોદી એરપોર્ટની બાજુના મેદાનમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત તેઓ અયોધ્યા એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને અયોધ્યાથી દિલ્હી જતી વંદે ભારત સહિતની બે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.
આ અંગે કમિશ્નર ગૌરવ દયાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. તેઓ અહીં ઉદ્ઘાટનની સાથે જનસભાને સંબોધશે. તેમણે કહ્યું કે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવામાં આવશે.