PM મોદી આજે છત્તીસગઢમાં 7,600 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર સક્રિય થતા જોવા મળી રહ્યા છે. તેઓ આજથી 2 દિવસમાં 4 રાજ્યોની મુલાકાતે જવાના છે. પીએમ સૌથી પહેલા છત્તીસગઢ જશે અને ત્યાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. છત્તીસગઢ બાદ પીએમ ઉત્તર પ્રદેશ આવશે અને તેઓ અહીં 2 જિલ્લા ગોરખપુર અને વારાણસીની મુલાકાત લેશે. PM ગોરખપુરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. PM વારાણસીમાં રાત્રિ આરામ કર્યા બાદ આવતીકાલે સવારે તેલંગાણા જશે. પીએમ તેમની મુલાકાત દરમિયાન કેટલીક જાહેર સભાઓને પણ સંબોધિત કરશે.

PM મોદી 7600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત છત્તીસગઢ જઈ રહ્યા છે. અહીં પીએમ મોદી રાજ્યની રાજધાની રાયપુરમાં લગભગ 7,600 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર 10 પ્રોજેક્ટનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કરશે. છત્તીસગઢમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

પીએમ મોદી જનસભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ સવારે 10:45 કલાકે રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શરૂ થશે. PM રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-130 ના 53-km બિલાસપુર-પથરાપાલી વિભાગના 4-લેનિંગ અને NH-30 ના 33-km રાયપુર-કોડેબોડ વિભાગના 4-લેનિંગનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ અનેક રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ સાથે પીએમ મોદી જનસભાને પણ સંબોધિત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.