PM મોદી આજે 3 વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરશે, જાણો રૂટ, સ્ટોપેજ અને સમય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. પીએમ મોદી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં રેલ કનેક્ટિવિટી વધારવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો લોન્ચ કરશે. આ ત્રણ ટ્રેનો હાલમાં કાર્યરત 100 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના નેટવર્કમાં જોડાશે, જે 280 થી વધુ જિલ્લાઓને જોડશે.
વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. તેમાંથી એક વંદે ભારત ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી નાગરકોઈલ, બીજી મદુરાઈથી બેંગ્લોર કેન્ટ અને ત્રીજી મેરઠ સિટી-લખનૌ જશે.
ચેન્નાઈ સેન્ટ્રલ થી નાગરકોઈલ વંદે ભારત ટ્રેન
નાગરકોઇલ માટે વંદે ભારત ટ્રેન શરૂઆતમાં ચેન્નાઈ સેન્ટ્રલથી ફ્લેગ ઓફ કરવામાં આવશે, પરંતુ ચેન્નાઈ એગમોરથી નિયમિતપણે દોડશે. તે બુધવાર સિવાય દરરોજ ચાલશે. આ વંદે ભારત ટ્રેન સેવા યાત્રાળુઓને દિવ્ય અરુલમિગુ મીનાક્ષી અમ્માન મંદિર, મદુરાઈ અને કુમારી અમ્માન મંદિર, કન્યાકુમારીની મુલાકાત લેવાની સુવિધા આપશે.