પીએમ મોદી અમેરિકન સંસદમાં સંબોધન કરી દેશના પૂર્વ વડાપ્રધાનોનો રેકોર્ડ તોડશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે.આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે.આ આમંત્રણ બદલ પીએમ મોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી,સીનેટના નેતા ચક શૂમર,સીનેટ રિપબ્લિક નેતા મિચ મૈકકોનેલ અને પ્રતિનિધિ સભાના ડેમોક્રેટિક નેતા હકીમ જેફરીઝનો આભાર વ્યક્ત કર્યો હતો.આમ પીએમ મોદી આગામી 22મી જૂને અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કરશે.ત્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેન 22 જૂને વડાપ્રધાન મોદીની અમેરિકી યાત્રાની મેજબાની કરશે.ત્યારબાદ તેઓ રાજકીય રાત્રિ-ભોજનમાં પણ સામેલ થશે.રાજીવ ગાંધી 13 જૂન 1985માં અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કરનારા પ્રથમ વડાપ્રધાન હતા.ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 19 જુલાઈ 2015માં,અટલ બિહાર વાજપાઈએ 14 સપ્ટેમ્બર 2000માં,પી.વી.નરસિંહ રાવે 18 મે 1994માં સંયુક્ત સત્રમાં સંબોધન કર્યું હતુ.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.