પીએમ મોદી ભાજપના 10 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે ફરી એકવાર વર્ષ 2024ની ચૂંટણીની તૈયારીને વેગ મળ્યો છે અને આવતીકાલે વડાપ્રધાન દેશભરમાં 10 લાખથી વધુ બુથ પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરશે.આમ મોદી આવતીકાલે મેરા બુથ સબ સે મજબુત કાર્યક્રમ હેઠળ દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધશે અને તેમા સરકારની 9 વર્ષની ઉપલબ્ધિ ઉપરાંત આગામી સમયમાં સરકારની કામગીરી અંગે માહિતી આપશે.