PM મોદી 7 જાન્યુઆરીએ કોલકાતામાં બીજા CNCI કેમ્પસનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય ગુરુવારે આ માહિતી આપી. પીએમઓએ જણાવ્યું કે વડાપ્રધાન 7 જાન્યુઆરીએ 1:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 460 બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ કાલીઘાટ સ્થિત તેમના નિવાસસ્થાનથી આ વર્ચ્યુઅલ મીટિંગમાં પણ ભાગ લેશે. 530 કરોડના ખર્ચે આ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં કેન્દ્ર સરકારે લગભગ 400 કરોડ રૂપિયા આપ્યા છે જ્યારે બાકીની રકમ પશ્ચિમ બંગાળ સરકારે ખર્ચી છે. પીએમઓએ કહ્યું કે સંસ્થાના બીજા કેમ્પસનું નિર્માણ દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ છે.

CNCI કેન્સરના દર્દીઓના ભારે ભારનો સામનો કરી રહ્યું હતું અને કેટલાક સમયથી વિસ્તરણની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. આ જરૂરિયાત બીજા કેમ્પસ દ્વારા પૂરી કરવામાં આવશે,” રિલીઝમાં જણાવાયું હતું.પ્રોજેક્ટની વધુ વિગત આપતા, રિલીઝમાં જણાવાયું છે કે CNCIનું બીજું કેમ્પસ રૂ. 530 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેમાંથી આશરે રૂ. 400 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીના પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.