પીએમ મોદીના હસ્તે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ કરાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.ત્યારે તેમણે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કર્યું હતું અને તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવવાની સાથે ગુજરાતને વધુ એક હાઈસ્પિડ ટ્રેનની ભેટ આપી છે.આ સિવાય ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.આમ વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને મળનારી સુવિધાઓમાં GSM અથવા GPRS,ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર,સીસીટીવી કેમેરા,પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર,વેક્યૂમ બાયોટોયલેટ્સ,સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ,180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર,વાઈફાઈની સુવિધા,દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનમાં પ્રથમવાર ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે.આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે.આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે,જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.આમ આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ 2 સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન,કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા,તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.વડાપ્રધાન બપોરે 11:30 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ ફેઝને લીલીઝંડી આપશે.આ સાથે તેઓ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે.બપોરે 12:00 કલાકે તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેરસભાને સંબોધશે અને સાંજે 5:45 કલાકે અંબાજી ખાતે પહોંચશે જ્યાં તેઓ રૂ.7,200 કરોડથી વધુના કામોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરાશે.બાદમાં સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહાઆરતીમાં હાજરી આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.