પોખરણ પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ પર વૈજ્ઞાનિકોને PM મોદીએ કરી સલામ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોખરણ પરમાણ પરીક્ષણની વર્ષગાંઠ પર મનાવવામાં આવતા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના અવસરે દેશના વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે આ તક પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયીને પણ યાદ કર્યા અને તેમના રાજકીય સાહસની પ્રશંસા કરી.

પોખરણ પરમાણુ પરીક્ષણમાં સફળતા મળી

PM મોદીએ ટ્વીટ કર્યું કે, ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર આજે આપણે આપણા ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમના પ્રયત્નોથી 1998માં આપણને પોખરણ પરમાણુ પરીક્ષણમાં સફળતા મળી.’ તેમણે કહ્યું કે, ‘આપણે અટલજીના કુશળ નેતૃત્વને પણ ગર્વની સાથે યાદ કરીએ છીએ, જેમણે દેશને ઉત્કૃષ્ટ રાજકીય સાહસ અને રાજકીય કૌશલનો પરિચય આપ્યો.’

પ્રથમ પરમાણુ પરીક્ષણ

ઉલ્લેખનીય છે કે, 1999થી ભારતના વૈજ્ઞાનિક પરાક્રમ અને તકનીકી પ્રગતિને ચિહ્નિત કરવા માટે 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1998માં આ દિવસે ભારતે વાજપેયીના નેતૃત્વમાં પોખરણમાં 5માંથી પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.

‘ત્રિશૂલ’નું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

આ સિદ્ધિ હાંસલ કરીને ભારત પરમાણુ સમૃદ્ધ દેશોમાં સામેલ થનારો છઠ્ઠો દેશ બન્યો હતો. ભારતે આ દિવસે સ્વદેશમાં નિર્મિત હંસ-3 એરક્રાફ્ટ અને ટૂંકા અંતરની મિસાઈલ ‘ત્રિશૂલ’નું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, જે દેશ માટે એક રેકોર્ડ સાબિત થયો હતો. આ પરીક્ષણો દ્વારા ભારતે સમગ્ર વિશ્વને તેની તાકાત બતાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.