પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી.જેમાં બંને નેતાઓએ વેપાર,અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી.જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે હું તમને જી-7ના આયોજન બદલ અભિનંદન આપું છું.જી-7 શિખર સંમેલનમાં ભારતને આમંત્રણ આપવા બદલ પણ હું તમારો ખૂબ આભારી છું.મેં તમને જે બોધિવૃક્ષ આપ્યું હતું તમે તેને હિરોશિમામાં વાવ્યું હતું અને જેમ જેમ તે વધશે તેમ તેમ ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત થશે.આ તે વૃક્ષ છે જે બુદ્ધના વિચારોને અમરત્વ આપે છે.આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યા પછી ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી.આ દરમિયાન એક મહિલાએ પીએમ મોદીને પટકા પણ પહેરાવ્યા હતા.