PM Modi એ ઉત્તરાખંડને આપી 17,500 કરોડ રૂપિયાની ભેટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે ઉત્તરાખંડમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને અનેક ભેટ આપી. તેમણે ઉત્તરાખંડમાં 17500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા છ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને લખવાડ બહુઉદ્દેશ્ય પ્રોજેક્ટ સહિત 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ સંબોધનમાં તેમણે કહ્યું કે આ ઉત્તરાખંડનો દાયકો છે અને હું જાણું છું કે ઉત્તરાખંડની શક્તિ શું છે. ઉત્તરાખંડમાં વધી રહેલા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ચાર ધામ મહાપ્રોજેક્ટ, નવા બની રહેલા રેલ રૂટ્સ, આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું તેમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ, પિથૌરાગઢમાં એક Hydroelectric project અને નૈનીતાલમાં સીવરેજ નેટવર્ક સામેલ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચો 3400 કરોડ રૂપિયા છે. પીએમ મોદીએ જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો તેમાં સિંચાઈ, રસ્તા, આવાસીય,સ્વાસ્થ્ય માળખું, ઉદ્યોગ, સ્વચ્છતા, પીવાના પાણીની આપૂર્તિ સહિત અનેક ક્ષેત્રો સાથે સંબંધિત 17 પ્રોજેક્ટ્સ સામેલ છે અને તેનો કુલ ખર્ચો 14,100 કરોડ રૂપિયા છે. પ્રધાનમંત્રીએ લગભગ 5750 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી અને વર્ષોથી પેન્ડિંગ લખવાડ બહુઉદ્દેશ્ય પ્રોજેક્ટની આધારશિલા રાખી અને 8700 કરોડ રૂપિયાના અનેક રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.