PM મોદીએ 3 નવી વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યું- આ છે આધુનિક ભારતીય રેલવેનો નવો ચહેરો

Business
Business

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 3 નવી વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. આ ત્રણ નવી વંદે ભારત ટ્રેન કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોને જોડશે. તેમાંથી પ્રથમ વંદે ભારત ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી નાગરકોઈલ, બીજી મદુરાઈથી બેંગ્લોર કેન્ટ અને ત્રીજી મેરઠ સિટી-લખનૌ જશે.

લીલી ઝંડી બતાવતી વખતે પીએમ મોદીએ કહ્યું, ‘વંદે ભારત ટ્રેનો શરૂ થઈ ત્યારથી આ ટ્રેનો જ્યાં પણ દોડે છે ત્યાં પર્યટનમાં ઉછાળો આવ્યો છે. આનાથી સ્થાનિક વ્યવસાયોને વેગ મળ્યો છે અને રોજગારીની નવી તકો ઊભી થઈ છે. આ સિદ્ધિ માટે હું નાગરિકોને અભિનંદન આપું છું.

તે જ સમયે, નવી વંદે ભારત ટ્રેનને કર્ણાટકના મદુરાઈમાં વૈગઈ નદી પરના પુલ પરથી ડ્રોન દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે. જ્યારે આ મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. આ નવી વંદે ભારત ટ્રેન ભગવા રંગમાં દેખાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.