કારગિલ વિજય દિવસ પર PM મોદી લદ્દાખ પહોંચ્યા, શહીદોને આપી શ્રદ્ધાંજલિ
ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતિ ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સેના અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા શુક્રવારે લદ્દાખમાં કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. આ સિવાય પીએમ મોદી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની પત્નીઓ સાથે પણ વાત કરશે.
Tags india kargil day Rakhewal