પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટી હેઠળ લાવવા વિચારણાઓ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 151

પેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી લોકોને રાહત અપાવવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવા માટે વિચારણા થઈ રહી છે. જીએસટી પર મંત્રીઓની એક પેનલ નેશનલ રેટના ભાગરૂપે પેટ્રોલિયમ ઉત્પાદનો પર પણ અન્ય પ્રોડકટ્સની જેમ જીએસટી લગાવવા માટે વિચારણા કરી રહી છે. આમ વર્તમાન સમયમા પેટ્રોલ અને ડિઝલ જીએસટીમાંથી બાકાત થાય છે. જીએસટી સિસ્ટમમાં બદલવા માટે પેનલના 75 ટકા સભ્યોનુ એપ્રૂવલ જરૂરી બનશે. જેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ સામેલ છે. આમાંથી કેટલાક ફ્યુલને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે. બીજીતરફ દેશભરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિલિટર નજીક છે અને ડિઝલના ભાવ 90 થી 95 રૂપિયે પ્રતિલિટર છે. જેમા 20-21ના વર્ષમાં પેટ્રોલ અને ડિઝલ પરના ટેક્સમાં 88 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ રકમ 3.35 લાખ કરોડ રૂપિયા રહી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટી હેઠળ લાવવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યોની આવકમાં એક લાખ કરોડ રૂપિયાની કમી આવશે. બીજીતરફ જીએસટી હેઠળ પેટ્રોલિયમ પ્રોડક્ટસને લાવવામાં આવે તો પેટ્રોલનો ભાવ 75 રૂપિયા અને ડિઝળનો ભાવ 68 રૂપિયા થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.