દિલ્હી રિપબ્લિક ડે પરેડમાં ભાગ લેનાર ૧૫૦ આર્મી જવાનોને કોરોના

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના ૨૦૦૦ જવાનો દિલ્હી પહોંચ્યા, સુરક્ષિત બબલ માં રખાયા હતા, તમામના ટેસ્ટ કરાયા

આગામી ૨૬ જાન્યુઆરીના રોજ દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારી પરેડ માટે ૨૦૦૦ આર્મી જવાનો દિલ્હી આવી પહોંચ્યા હતા. પરેડ માટે તૈયારીઓ શરૂ કરવા પૂર્વે તમામને સુરક્ષિત બબલમાં રખાયા હતા. ત્યારે પ્રોટોકોલ મુજબ કોરોના RT- PCR ટેસ્ટ કરાયા જેમાં ૧૫૦ જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૫૦ માંથી ૭ને લક્ષણો હતા.

પરેડ માટે પસંદ કરવામાં આવેલા જવાનો ૨૬મી જાન્યુઆરી સુધી બહારી દુનિયા સાથે સંપર્કમાં નહીં આવે અને ગણતંત્ર દિવસ અગાઉ ૧૫ જાન્યુઆરીના રોજ આર્મી ડેની પરેડમાં ભાગ લેશે. સંક્રમિત જવાનો ડોક્ટરોની દેખરેખ હેઠળ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. રિકવર થયા બાદ તેઓ ફરીથી કેમ્પમાં ભાગ લઈ શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.