સંસદના શિયાળુ સત્રનો તા.22 નવેમ્બરથી પ્રારંભ શકય,આગામી 1 માસ કામકાજ ચાલશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સંસદનું શિયાળુ સત્ર આગામી માસથી શરૂ થશે. દેશમાં કોરોનાકાળ અંત ભણી છે અને તેથી સંસદના લાંબા સત્રમાં અનેક મહત્વના મુદાઓ ચગશે. આ સત્ર સંભવત તા.22 નવે.થી 23 ડિસેમ્બર 2021 સુધી ચાલશે. ત્યારે આ સત્રમા પસાર કરવાના મહત્વના ખરડાઓ અંગે તમામ મંત્રાલયને કેબીનેટ સેક્રેટરીયર સાથે સંકલન કરવા જણાવ્યું છે. સરકાર કામકાજની સમીક્ષા કરીને સત્ર એક સપ્તાહ વહેલું તા.15 નવેથી પણ શરૂ કરી શકે છે. શિયાળુ સત્ર સામાન્ય રીતે 1 માસ કે તેનાથી લાંબુ હોય છે પણ આખરી નિર્ણય વિપક્ષ સાથે સંતલત કરીને સંસદીય બાબતોની કમીટી નિર્ણય કરશે. આ સત્રમા કોવિડ પ્રોટોકોલની ચિંતા કરાશે. દિપાવલી બાદ દેશમાં કોરોનાની સ્થિતિ શું બને છે તેના પર નજર છે. એક ચિંતા મુજબ તહેવારોમાં અનિયંત્રીત ભીડના કારણે કોરોનાના કેસ વધી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.