
પાકિસ્તાનમાં ભારે વરસાદથી 14 લોકોના મોત થયા
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક જીપ નદીમાં પડતાં ઓછામાં ઓછા 8 પર્યટકોને બચાવ ટીમે ઘટનાના ત્રણ દિવસ બાદ મૃત જાહેર કર્યાં છે.ત્યારે આ ઘટના હિમાલય વિસ્તારની નીલમ ઘાટીમાં સર્જાઈ હતી.જેમાં એક પર્યટકના મોતની માહિતી મળી હતી જ્યારે પાંચ અન્ય વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવ્યું હતુ.આ સાથે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે આઠ પર્યટકોના મોત સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે.જેમા દક્ષિણ-પશ્ચિમી બલુચિસ્તાન પ્રાપ્તમાં ઓછામાં ઓછા 4 લોકો જ્યારે કરાંચીમાં એક યુવકનું મોત થયું હતું.આમ આ ઘટનાના પગલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે એલર્ટ આપ્યું છે અને લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અધિકારીઓને કહેવામાં આવ્યું છે.