૧૦ જિલ્લાઓમાં ચાલે છે ઓનલાઈન સ્કેમના અડ્ડા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, ઝારખંડના જામતારા અને હરિયાણાના નુહ, જે દેશમાં સાયબર ક્રાઈમના કેન્દ્રો તરીકે કુખ્યાત છે, હવે રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાએ લીધું છે. આ દાવો ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટેક્નોલોજી(IIT)કાનપુરમાં શરૂ થયેલા એક સ્ટાર્ટઅપે પોતાના અભ્યાસમાં કર્યો છે. આવો અમે તમને આ અભ્યાસની ખાસ વાતો જણાવીએ. અભ્યાસ મુજબ, દેશમાં ૮૦ ટકા સાયબર ગુના ટોચના ૧૦ જિલ્લામાંથી થાય છે. ફયુચર ક્રાઈમ રિસર્ચ ફાઉન્ડેશન(FCRF), આઈઆઈટી-કાનપુરમાં શરૂ થયેલ બિન-લાભકારી સ્ટાર્ટઅપ, તેના નવા અભ્યાસ ‘અ ડીપ ડાઈવ ઈન સાયબર ક્રાઈમ ટ્રેન્ડ્સ ઈમ્પેક્ટિંગ ઈન્ડિયા’માં આનો ઉલ્લેખ કર્યો છે.

FCRFએ દાવો કર્યો હતો કે ભરતપુર (૧૮ ટકા), મથુરા (૧૨ ટકા), નૂહ (૧૧ ટકા), દેવઘર (૧૦ ટકા), જામતારા (૯.૬ ટકા), ગુરુગ્રામ (૮.૧ ટકા), અલવર (૫.૧ ટકા), બોકારો (૨.૪ ટકા) , કર્મા ટંડ (૨.૪ ટકા) અને ગિરિડીહ (૨.૩ ટકા) ભારતમાં સાયબર ગુનાના કેસોમાં ટોચ પર છે જ્યાંથી સામૂહિક રીતે ૮૦ ટકા સાયબર ગુનાઓ થાય છે.

FCRFનાસહ-સ્થાપક હર્ષવર્ધન સિંહે જણાવ્યું હતું કે, ‘અમારું વિશ્લેષણ ભારતના ૧૦ જિલ્લાઓ પર કેન્દ્રિત હતું જ્યાંથી સૌથી વધુ સાયબર ગુનાઓ થાય છે. શ્વેતપત્રમાં દર્શાવ્યા મુજબ, અસરકારક નિવારણ અને નાબૂદી વ્યૂહરચનાઓ ડિઝાઇન કરવા માટે આ જિલ્લાઓમાં સાયબર ક્રાઇમના મુખ્ય ડ્રાઇવરોને સમજવું જરૂરી છે.નોંધનીય છે કે જાન્યુઆરી ૨૦૨૦ થી જૂન ૨૦૨૩ સુધીમાં દેશમાં ૭૫ ટકાથી વધુ સાયબર ગુનાઓ નાણાકીય છેતરપિંડી હતા, જેમાંથી લગભગ ૫૦ ટકા કેસ યુપીઆઈ અને ઇન્ટરનેટ બેંકિંગ સાથે સંબંધિત હતા.

આ સમયગાળા દરમિયાન ૧૨ ટકા ઓનલાઈન ગુનાઓ સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ હતા જેમ કે ઢોંગ, સાયબર ગુંડાગીરી, સેક્સટિંગ અને ઈમેલ ફિશિંગ દ્વારા છેતરપિંડી. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ૭૭.૪૧ ટકા ગુનાઓ માટે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો હિસ્સો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.