10માંથી એક મહિલા પતિ સાથે કરી ચૂકી છે મારઝૂડ, ગામડામાં સ્થિતિ ખરાબ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનનો એક વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા તેના પતિને બેટથી મારતી જોવા મળી રહી છે. વિડીયો અલવરનો જણાવવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં દેખાતો વ્યક્તિ સરકારી શાળાનો પ્રિન્સિપાલ છે અને તેનું નામ અજીત સિંહ છે. અજીત સિંહના ઘરનો CCTV વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેની પત્ની દોડતી અને તેને બેટ વડે મારતી જોવા મળે છે.

ભિવંડીમાં રહેતા અજીત સિંહ સાથે મારઝૂડ

અજીતસિંહ ભિવંડીમાં રહે છે. તેણે 9 વર્ષ પહેલા સોનીપતની રહેવાસી સુમન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ તે પછી સંબંધો બગડવા લાગ્યા. તેનો એવો દાવો છે કે ઘણીવાર તેની પત્ની તેને માર મારતી હોય છે. આમ તો અજીત સિંહ એકલા એવા પતિ નથી કે જેમણે ઘરેલુ હિંસા સહન કરી હોય. ભારતમાં એવા ઘણા લોકો છે જેમની સાથે પત્ની મારપીટ કરે છે.

10 ટકા મહિલાઓ પોતાના પતિ સાથે કરે છે મારઝૂડ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 (NFHS-5)ના ડેટા અનુસાર, 18થી 49 વર્ષની વયની 10 ટકા મહિલાઓ એવી છે કે જેમણે એક યા બીજા સમયે તેમના પતિ પર હાથ ઉઠાવ્યો છે. તે પણ ત્યારે જ્યારે તેના પતિએ તેમના પર કોઈપણ પ્રકારની હિંસા કરી ન હોય. એટલે કે, 10 ટકા મહિલાઓએ તેમના પતિ પર કોઈપણ કારણ વગર મારઝૂડ કરી છે. આ સર્વે દરમિયાન, લગભગ 11 ટકા મહિલાઓ એવી હતી કે જેમણે છેલ્લા એક વર્ષમાં તેમના પતિ સાથે હિંસા આચરી હોવાનું સ્વીકાર્યું હતું.

ઉંમર વધવાની સાથે આવી ઘટનાઓ વધે છે

સર્વે અનુસાર, વધતી ઉંમરની સાથે-સાથે તેમના પતિ સામે હિંસા કરતી મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. 18થી 19 વર્ષની વયની 1 ટકાથી ઓછી સ્ત્રીઓએ તેમના પતિઓ વિરુદ્ધ હિંસા આચરેલ છે. જ્યારે 20થી 24 વર્ષની વયજૂથની લગભગ 3 ટકા મહિલાઓ એવી છે કે જેઓ તેમના પતિ પર હિંસા કરે છે. એ જ રીતે 25થી 29 વર્ષની 3.4 ટકા સ્ત્રીઓ, 30થી 39 વર્ષની 3.9 ટકા અને 40થી 49 વર્ષની 3.7 ટકા સ્ત્રીઓએ તેમના પતિ સાથે મારઝૂડ કરી છે.

ગ્રામીણ વિસ્તારોમાં પતિ સાથે મારઝૂડનું પ્રમાણ વધુ

આંકડા એ પણ દર્શાવે છે કે શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ તેમના પતિ સામે વધારે હિંસા આચરે છે. શહેરી વિસ્તારોમાં રહેત 3.3% મહિલાઓ પતિ સાથે મારઝૂડ કરે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આવી મહિલાઓ 3.7% છે. પતિ પોતાની પત્ની સાથે મારઝૂડ કરે કે પછી પત્ની પતિ સાથે મારઝૂડ કરે, બંને ગુના છે. જો કે પત્નીઓ પાસે જેવો ઘરેલૂ હિંસાનો કાયદો છે તેવો પતિઓ પાસે નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.