2020-21 શૈક્ષેણિક વર્ષથી સૈનિક સ્કૂલમાં OBC રિઝર્વેશન લાગુ થશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ડિફેન્સ સેક્રેટરી અજય કુમારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે 2020-21 શૈક્ષેણિક વર્ષમાં સૈનિક સ્કૂલમાં OBC રિઝર્વેશન લાગુ કરવામાં આવશે. રક્ષા સચિવે કહ્યું કે, 2021-22 સત્રથી સૈનિક સ્કૂલમાં અન્ય પછાત વર્ગ એટલે કે OBC વર્ગને નિયમ મુજબ અનામત આપવામાં આવશે.

આ અંગે જાહેર કરવામાં આવેલા સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યું છે કે સૈનિક સ્કૂલની 67 ટકા સીટ તે સ્ટૂડન્ટ્સ માટે રિઝર્વ છે જે તે યુનિયન ટેરેટેરિઝ કે સ્ટેટમાંથી આવે છે જ્યાં સ્કૂલ સ્થિત છે. અને બાકીની 33 ટકા સીટ તે વિદ્યાર્થીઓ માટે જે તે રાજ્ય કે યુનિયન ટેરેટેરિઝથી બહારના હોય છે. આ બંને યાદીઓને લિસ્ટ એ અને લિસ્ટ બી કહેવામાં આવશે.

આગામી વર્ષથી સૈનિક સ્કૂલ્સમાં OBCને અનામત આપવાના આદેશ બાદ રિઝર્વેશનની વર્તમાન સ્થિતિ પણ જાણવી જરૂરી છે. જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો હાલ 15 ટકા સીટ SC એટલે કે શિડ્યૂલ કાસ્ટ શ્રેણી માટે અનામત રાખવામાં આવે છે. અને 7.5 ટકા સીટ ST એટલે કે શિડ્યૂલ ટ્રાઈબ માટે અનામત છે. આ ઉપરાંત 25 ટકા સીટ ખાસ તે સ્ટૂડન્ટ્સ માટે અનામત રાખવામાં આવે છે જે ડિફેન્સ પર્સનલના પરિવારમાંથી આવે છે. એટલે કે એવા વિદ્યાર્થીઓ જેમના પરિવારમાંથી કોઈને કોઈ દેશ માટે કામ કર્યું છે. જ્યારે બીજી વધેલી સીટ તે તમામ વિદ્યાર્થીઓ માટે ખુલી છે જેના પર કોઈ પણ એડમિશન માટે આવેદન કરી શકે છે. અહીં એડમિશન મેરિટના આધારે થાય છે.

સૈનિક સ્કૂલ્સ સોસાયટી, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત કામ કરે છે અને દેશની લગભગ 33 સૈનિક સ્કૂલને મેનેજ કરે છે. આ સ્કૂલમાં કેન્ડિડેટ અભ્યાસની સાથે ત્યાં રહેતા પણ હોય છે. નવા નિયમ મુજબ લગભગ 27 ટકા સીટ OBC કેટેગરી માટે રિઝર્વ રહેશે. આ રિઝર્વેશન પોલિસી આગામી શૈક્ષેણિક સત્રથી લાગુ થશે.

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એટલે કે NTA પહેલી વખત સૈનિક સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા આયોજિત કરશે. આગામી શૈક્ષેણિક સત્ર માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ પરીક્ષા 10 જાન્યુઆરી, 2021નાં રોજ યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.