હોસ્પિટલમાં નર્સોએ વાંદરાનાં બચ્ચા સાથે બનાવવી રીલ, વિડિયો વાયરલ થયા જ 6 નર્સો સસ્પેન્ડ

ગુજરાત
ગુજરાત

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં મહારાજા સોહેલ દેવ મેડિકલ કોલેજની જિલ્લા હોસ્પિટલમાં તૈનાત સ્ટાફ નર્સોને વાંદરાના બાળક સાથે રીલ બનાવવી મોંઘી સાબિત થઇ છે. વીડિયો વાયરલ થયા બાદ મહિલા હોસ્પિટલમાં તૈનાત છ સ્ટાફ નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નર્સોએ જ આ વીડિયો વાયરલ કર્યો હતો. જ્યારે આ વીડિયો મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો તો તેમણે આરોપી નર્સોને સસ્પેન્ડ કરવા અને વિભાગીય તપાસના આદેશ આપ્યા હતા. 

મળતી માહિતી મુજબ, સ્ટાફ નર્સ અંજલિ, આંચલ શુક્લા, કિરણ સિંહ, પ્રિયા, પૂનમ પાંડે અને સંધ્યા સિંહ મેડિકલ કોલેજ સાથે જોડાયેલ મહિલા જિલ્લા હોસ્પિટલના ગાયનેકોલોજી અને ઑબ્સ્ટેટ્રિક્સ વિભાગમાં તૈનાત હતા. આ તમામે 5 જુલાઈના રોજ ફરજ પર હતા અને વાંદરાનાં બચ્ચા સાથે રીલ બનાવી હતી. જે બાદ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 

નર્સો સામે તપાસના આદેશ

પ્રિન્સિપાલનું કહેવું છે કે આનાથી મેડિકલ કોલેજની છબી ખરડાઈ છે. આ બાબતને ગંભીરતાથી લઈને પ્રિન્સિપાલે તમામને સસ્પેન્ડ કરી દીધા છે. તેમજ તમામ સામે ખાતાકીય તપાસ માટે સૂચના આપવામાં આવી છે. જેના કારણે મેડિકલ કોલેજના અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ નર્સો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલની આ કડકાઈના કારણે હોસ્પિટલના કર્મચારીઓમાં ગભરાટનો માહોલ છે. હાલમાં, સમાચાર લખાય છે ત્યાં સુધી આ બાબતે નર્સો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.