
NTA એ જાહેર કર્યું CUET UGનું Result, આ વેબસાઈટ પર કરી શકો ચેક
કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ (CUET UG 2023)નું પરિણામ 15 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો cuet.samarth.ac.in પર તેમનું સ્કોરકાર્ડ ચેક કરી શકે છે. તમારું પરિણામ જોવા માટે, તમારે અહીં દર્શાવેલ પ્રક્રિયાને અનુસરવી પડશે. સૌથી પહેલા તમારે લિંક cuet.samarth.ac.in પર જવું પડશે. આ પેજ ખુલ્યા પછી, તમે CUET UG પરિણામ 2023 નો વિકલ્પ જોશો. વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારે ત્યાં પૂછવામાં આવેલી વિગતો ભરવાની રહેશે. આ પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારું પરિણામ સામે ખુલશે અને તમે તેને સરળતાથી ડાઉનલોડ કરી શકશો.
તમને જણાવી દઈએ કે આ CUET UG સ્કોરકાર્ડની મદદથી તમે દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સરળતાથી પ્રવેશ મેળવી શકો છો. આ દ્વારા તમે યુજી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવો છો.
પરિણામની જાહેરાત પર, યુજીસીના અધ્યક્ષ જગદેશ કુમારે ટ્વીટ કર્યું કે તે આનંદની વાત છે કે અમે યોજના મુજબ 15 જુલાઈના રોજ CUET-UG પરિણામ જાહેર કરી શક્યા. NTAએ 21મી મેથી 5મી જુલાઈ સુધી 34 દિવસમાં 9 તબક્કામાં પરીક્ષા યોજી હતી. પરીક્ષા માટે 14.99 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 2305 પ્રશ્નપત્રો અને 148520 પ્રશ્નો તૈયાર કરવામાં 2200 વિષય નિષ્ણાતો અને 800 અનુવાદકો સામેલ હતા.
તેમણે આગળ લખ્યું કે એકાઉન્ટન્સી, બાયોલોજી, બિઝનેસ સ્ટડીઝ, ઈકોનોમિક્સ, અંગ્રેજી, હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયોમાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. NTA 250 સહભાગી યુનિવર્સિટીઓને સામાન્ય સ્કોર પ્રદાન કરશે. યુનિવર્સિટીઓ આ સામાન્ય સ્કોર્સનો ઉપયોગ UG પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે કરી શકે છે. યુજીસીના અધ્યક્ષ જગદીશ કુમારે પરીક્ષામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.