હવે સેકંડોમાં કોરાના ટેસ્ટ: ઈઝરાયેલની ટેકનોલોજી રીલાયન્સે મેળવી, નિષ્ણાંતોની ટીમ આવશે

Business
Business

ઈઝરાયેલના નાગરિકો પર ભારત જવા સામે પ્રતિબંધ હોવાથી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ખાસ મંજુરી માંગી

ભારતમાં વધતા જતા કોરોના સંક્રમણ સામે આરટી-પીસીઆર ટેસ્ટના રીપોર્ટમાં વિલંબ થાય છે અને તેના કારણે સંક્રમીત વ્યકિતની સારવાર પણ વિલંબમાં પડે છે. આ સ્થિતી વચ્ચે દેશના ટોચના કોર્પોરેટ ગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ ઇઝરાયલના એક સ્ટાર્ટઅપ કે જે કોરોનાના એક નવા પ્રકારના ટેસ્ટથી ઝડપી પરીણામ લાવે છે

તે કંપનીને 15 મીલીયન ડોલરમાં હસ્તગત કરી છે અને હવે આ સ્ટાર્ટઅપ મારફત રેપીડ કોવીડ-19ની ઓળખ માટેના સાધનોની તાલીમ આપવા ઇઝરાયલના એક નિષ્ણાંતોની ટીમને ખાસ વિમાન મારફત ભારતમાં લાવવા કેન્દ્ર સરકારની મંજુરી માંગી છે. ઇઝરાયલની કંપની બ્રિધ ઓફ હેલ્થની એક ટીમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિનંતીથી તાત્કાલીક ભારત આવવા તૈયાર છે

પરંતુ હાલમાં વિદેશી સેવાઓ બંધ હોવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ટીમને હવાઇ માર્ગે ભારત લાવવા સરકારની મંજુરી માંગી છે અને તે મળી જતા જ ટીમ ભારત આવી પહોંચશે. હાલમાં ઇઝરાયલે તેના નાગરીકો માટે ભારતનો પ્રવાસ પ્રતિબંધીત કર્યો છે જેના કારણે આ ટીમ ભારત આવી શકે તેમ નથી. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ખાસ વિનંતીથી અને ભારતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહયુ છે

તે જોતા ઇઝરાયલની આ મેડીકલ ટેકનોલોજી કંપની રિલાયન્સની ટીમને કોવીડના રેપીડ ટેસ્ટની નવી ફોર્મ્યુલા માટે તાલીમ આપશે અને તેનાથી સેક્ધડોમાં જ કોરોનાનું રિઝલ્ટ મળી જાય છે. રિલાયન્સ દ્વારા જાન્યુઆરી માસમાં બ્રિધ ઓફ હેલ્થને 15 મીલીયન ડોલરમાં ખરીદી લેવામાં આવી છે. આ કંપની કોવીડના બ્રિધ ટેસ્ટીંગ સીસ્ટમ મારફત થોડી સેક્ધડોમાં જ પરીણામ આપે છે. રિલાયન્સ આ કંપની પાસેથી આ પ્રકારની સેંકડો

સીસ્ટમ ખરીદશે અને તે માટે રિલાયન્સ ટીમને ઇઝરાયલની ટીમ તાલીમ આપશે. એક વખત આ સીસ્ટમ શરુ થયા બાદ દર મહીને લાખો ટેસ્ટ થઇ શકશે તે સસ્તા પણ હશે. આ મશીનનું ઇઝરાયલમાં ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ અને તે 98 ટકાનો સકસેસ રેટ ધરાવે છે. આ મશીનરી ભારત પહોંચી ગઇ છે અને હવે ઇઝરાયલના નિષ્ણાંતોની ટીમ આવી પહોંચતા તેની તાલીમ વ્યવસ્થા પુરી કરીને રિલાયન્સ કોરોના ટેસ્ટીંગમાં પણ દેશ માટે રાહતરૂપ વ્યવસ્થા કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.