હવે ઉતરપ્રદેશના બલિયા અને ગાઝીપુર જિલ્લામાં નદીમાં 100 શબો મળી આવ્યા: ખળભળાટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 82

બિહારમાં ગંગા નદીમાં 71 શબો મળી આવ્યા બાદ… : નદીમાં તણાઈ આવેલા શબો મામલે બન્ને રાજયોની સામસામી આક્ષેપબાજી

બિહારના બકસર જિલ્લામાં ગંગા નદીમાં તરતા 71 શબો મળી આવ્યા બાદ હવે યુપીના બલિયા અને ગાઝીપુરમાં પણ લગભગ 100 શબ નદીમાં તરતા મળી આવ્યા છે. બિહાર બાદ હવે યુપીના બે જિલ્લામાં ગંગા નદીમાં આટલી મોટી સંખ્યામાં શબ કયાંથી આવ્યા તે મામલે થઈ રહી છે તપાસ. આ મામલે બન્ને રાજયો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બલિયા અને ગાઝીપુરમાં લગભગ 100 શબ ગંગા નદીમાં તરતા મળી આવતા હડકંપ મચી ગયો છે. પોલીસે જેસીબીથી નદીમાંથી શબ કાઢીને, ખાડા ખાંડીને જમીનમાં દફન કરવામાં આવ્યા હતા.

આ શબ કયાંથી આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે મહામારીની ઝપટમાં આવીને મૃત્યુ પામેલા લોકોના લાકડાની અછતથી અંતિમ સંસ્કાર ન થઈ શકતા મૃતદેહને ગંગાના પ્રવાહમાં પધરાવી દેવાયા હતા. બિહારમાં બકસર જિલ્લામાં નદીમાંથી મળી આવેલા શબોના પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બિહારમાંથી મળી આવેલા શબ ચાર-પાંચ દિવસ જૂના હતા. દરમિયાન બિહાર સરકારના જલ સંસાધન મંત્રી સંજયકુમારે દાવો કર્યો હતો કે આ શબ ઉતરપ્રદેશમાંથી તણાઈને આવ્યા છે.

સામે પક્ષે ઉતરપ્રદેશમાં બલિયા અને ગાઝીપુર જિલ્લામાં ગંગા નદીમાં મળી આવેલા 100 શબા પડોશી રાજય બિહારમાંથી આવ્યા હોવાના આક્ષેપો થયા છે. આમ શબો મામલે બન્ને રાજયો વચ્ચે આક્ષેપોનું રાજકારણ ગરમાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.