11 નવેમ્બરે વિસ્તારાની ફલાઇટ ભરશે છેલ્લી ઉડાન, જાણો ક્યાં જશે કંપનીના તમામ પ્લેન અને સ્ટાફ

ગુજરાત
ગુજરાત

સિંગાપોર એરલાઈન્સને એર ઈન્ડિયા અને વિસ્તારાના વિલીનીકરણ માટે ભારત સરકાર તરફથી એફડીઆઈની મંજૂરી મળી છે . આ મંજૂરી બાદ બંને એરલાઈન કંપનીઓના મર્જરની પ્રક્રિયામાં ઝડપ આવશે અને આ વર્ષના અંત સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. વિસ્તારાએ શુક્રવારે જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બર, 2024થી ફ્લાઇટ બુકિંગ 12 નવેમ્બર, 2024ના રોજ અથવા તે પછીની મુસાફરી માટે બંધ થઈ જશે. આ પછી, એર ઈન્ડિયા 12 નવેમ્બરથી વિસ્તારાની તમામ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરશે.

વિસ્તારાના વિમાનો અને ક્રૂ 12 નવેમ્બરે એર ઈન્ડિયામાં જોડાશે

એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને શુક્રવારે જણાવ્યું હતું કે નિયમનકારી મંજૂરી મળ્યા બાદ વિસ્તારાના પ્લેન અને ક્રૂ મેમ્બર્સને 12 નવેમ્બરે એર ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે. વિલ્સને શુક્રવારે કર્મચારીઓને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે કંપની હવે લાંબી અને જટિલ મર્જર પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે.

જે ગ્રાહકોએ બુકિંગ કરાવ્યું છે તેમનું હવે શું થશે?

સીઈઓએ જણાવ્યું હતું કે 12 નવેમ્બર અને ત્યારબાદ વિસ્તારાની ફ્લાઈટ્સ પર પહેલાથી જ બુક કરાયેલા મુસાફરોના ફ્લાઈટ નંબરને એર ઈન્ડિયાના ફ્લાઈટ નંબરોમાં બદલવામાં આવશે. સપ્ટેમ્બરમાં તબક્કાવાર આ કામ પૂર્ણ કરવામાં આવશે અને જ્યારે આવું થશે ત્યારે મુસાફરોને વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવશે. કેમ્પબેલ વિલ્સને કહ્યું કે લગભગ તમામ કેસોમાં 2025ની શરૂઆત સુધી પ્લેન, સમયપત્રક અને ઓપરેશનલ ક્રૂમાં કોઈ ફેરફાર થશે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.