
ઉત્તર કોરિયામાં યુદ્ધ માટે 8 લાખ લોકો સેનામાં જોડાવા તૈયાર થયા
દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને રોકવા માટે ઉત્તર કોરિયા દરરોજ નવા દાવપેચ અપનાવી રહ્યું છે.ત્યારે આઈ.સી.બી.એમ મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ દક્ષિણ કોરિયા તેમજ અમેરિકાને ચેતવણી આપી છે.આ સિવાય ઉત્તર કોરિયાના 8 લાખ લોકો અમેરિકા વિરુદ્ધ યુદ્ધ માટે સ્વયં સેનામાં જોડાવા ભાગ લીધો હતો.જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કામદાર વર્ગનો સમાવેશ થાય છે.આ અગાઉ ઉત્તર કોરિયાએ હવાસોંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી.જે ઉત્તર કોરિયાએ કોરિયન પેનિનસુલા અને જાપાન વચ્ચેના સમુદ્રમાં આઈ.સી.બી.એમ છોડી હતી.જેમા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સમિટમાં ભાગ લેવા ટોક્યો જવાના હતા ત્યારે ઉત્તર કોરિયાએ આ કામ કર્યું હતું.આમ ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલો પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ પ્રતિબંધ છે અને પ્રક્ષેપણને સિઓલ,વોશિંગ્ટન અને ટોક્યોની સરકારો તરફથી નિંદા કરવામાં આવી હતી.