ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને ધુમ્મસગ્રસ્ત વાતાવરણ સર્જાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના ઉત્તર ભારતમાં વર્તમાનમાં ભારે હિમવર્ષા,વરસાદ,કોલ્ડવેવ અને ધુમ્મસગ્રસ્ત વાતાવરણનું સંયોજન જોવા મળી રહ્યું છે.ત્યારે જમ્મુ-કાશ્મીર,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ છે.જેમાં ચમોલી જિલ્લામાં હિમપ્રપાત જોવા મળ્યો છે જ્યારે દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં ઠંડી જોવા મળી રહી છે આ સાથે વરસાદ પણ પડયો છે.આ સિવાય સમગ્ર કાશ્મીર ખીણ બરફથી છવાઈ ગઈ છે.કાશ્મીરમાં ત્રણ-ત્રણ ફૂટ બરફ રસ્તા પર જોવા મળી રહ્યો છે ત્યારે જમ્મુમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.આમ ભારે હિમવર્ષાના લીધે અને પર્વતો પરથી પથ્થરો પડવાના લીધે રસ્તો બંધ કરી દેવો પડયો છે.બીજીતરફ હિમાચલ પ્રદેશમાં નૈનિતાલ અને શિમલા જેવા પર્વતીય વિસ્તારો હિમાચ્છાદિત થઈ ગયા છે જેના કારણે પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.