
ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં એલ.એ.સી પાસે વાયુસેનાનું શક્તિ પ્રદર્શન યોજાયું
ભારતીય વાયુસેના દ્વારા ચીનની ઘૂસણખોરીને રોકવા માટે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં એલ.એ.સી પાસે પ્રલય અભ્યાસ કરશે.ત્યારે આ કવાયતમાં ત્યાંના તમામ મુખ્ય એરપોર્ટને સામેલ કરવામાં આવશે.આમ આગામી સમયમાં યોજાવનારી આ કવાયતમાં ભારતીય વાયુસેનાએ પ્રદેશમા જી-400 એર ડિફેન્સ સ્ક્વોડ્રન તૈનાત કરી દીધું છે, જે 400 કિમીની રેન્જથી દુશ્મનના કોઈપણ વિમાન અથવા મિસાઈલને તોડી શકવાની ક્ષમતા ધરાવે છે.ત્યારે આ કવાયતમાં વાયુસેનાના મુખ્ય લડાયક હથિયારો જોવા મળશે,જેમાં રાફેલ અને સુખોઈ-30 લડાકુ વિમાનો,પરિવહન અને અન્ય વિમાનોનો સમાવેશ કરાશે.ભારતીય વાયુસેનાએ તાજેતરમાં સિક્કિમ અને સિલીગુડી કોરિડોર સેક્ટરમાં પ્રતિકૂળ ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે તેની ક્ષમતા વધારવા માટે ઉત્તર-પૂર્વના અન્ય બેઝ પરથી ડ્રોનની ટુકડી ખસેડી છે.જેમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીન પણ ડોકલામ વિસ્તારમાં પોતાની ગતિવિધિઓ વધારી રહ્યું છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ પર સતત નજર રાખી રહ્યું છે.આ મહિનામાં એરફોર્સ દ્વારા યોજાયેલી આ બીજી કમાન્ડ-લેવલની કવાયત છે.ત્યારે શિલોંગમાં ભારતીય વાયુસેનાના ઇસ્ટર્ન એર કમાન્ડ પાસે ઉત્તર-પૂર્વ એરસ્પેસની જવાબદારી છે અને તે ચીન સાથેની સરહદ પર પણ નજર રાખે છે.