10 રાજ્યમાં NIAના દરોડા, PFIના 100 કર્મચારીની ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે સવારે 3.30 વાગ્યાથી 10 રાજ્યમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)નાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા, જે અત્યારસુધી ચાલુ છે. ટેરર ફંડિંગ કેસમાં કરવામાં આવી રહેલી આ કાર્યવાહી હેઠળ સંગઠન સાથે જોડાયેલા 100 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAના લગભગ 200 અધિકારી આ દરોડામાં જોડાયા છે.

અહીં દરોડાની વચ્ચે સંગઠનના કાર્યકરો કેરળના મલ્લપુરમ અને કર્ણાટકના મેંગલુરુમાં NIA વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા છે. PFIએ નિવેદન જારી કરીને કહ્યું છે કે અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સી અમારા લોકોને પરેશાન કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.