NIAના 5 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા, આતંકવાદી સંગઠન JeM સંબંધિત કેસમાં કાર્યવાહી
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ગતિવિધિઓ સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, યુપી, આસામ અને દિલ્હીમાં દરોડા પાડી રહી છે. કુલ 22 જગ્યાએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ NIA મહારાષ્ટ્રના માલેગાંવ શહેરમાં પણ દરોડા પાડી રહી છે. શહેરના મશરીકી ઇકબાલ રોડ પર અબ્દુલ્લા નગરમાં આવેલા એક ડોક્ટરના હોમિયોપેથી ક્લિનિક પર મોડી રાતથી દરોડાનો દોર ચાલી રહ્યો છે. સ્થળ પર સ્થાનિક પોલીસ પણ હાજર છે.