ન્યૂઝીલેન્ડમાં બે મહિના બાદ કોરોનાનો એક કેસ સામે આવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડ દુનિયાના એવા ગણતરીના દેશો પૈકીનો એક છે જેણે કોરોના પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે. જોકે બે મહિના સુધી એકપણ કેસ નહીં નોંધાયા બાદ ન્યૂઝીલેન્ડમાં ફરીવખત કોરોનાનો એક કેસ સામે આવતા સરકાર ચિંતામાં પડી ગઈ છે.આ કેસ પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો હોવાના કારણે સરકારની ચિંતા અને દોડધામ વધી ગઈ છે.ત્યારે ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે 56 વર્ષની એક મહિલા કોરોના વાયરસના કારણે પોઝિટિવ થઈ છે.જે તાજેતરમાં જ યુરોપની યાત્રા કરીને પાછી આવી છે.બીજા યાત્રીઓની જેમ આ મહિલા પણ 14 દિવસ કવોરેન્ટાઈન રહી હતી અને તેનો કોરોના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યો હતો એ પછી મહિલાને 13 જાન્યુઆરીએ ઘરે મોકલી દેવાઈ હતી.

જોકે ઘરે પહોંચ્યા બાદ તેનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા અને ફરી રિપોર્ટ કરાવતા મહિલાને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોવાનુ જાણવા મળ્યુ હતુ.હવે તેનો જિનોમ ટેસ્ટ પણ કરવામાં આવશે.અત્યારે ડોક્ટરો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મહિલા સાથે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં એક બીજો યાત્રી પણ હતો અને તેના કારણે આ મહિલા સંક્રમિત થઈ છે કેમ

આમ ન્યૂઝીલેન્ડમાં કોરોનાના અત્યારસુધીમાં માત્ર 2223 કેસ સામે આવ્યા છે અને 25 લોકોના જ આ વાયરસના કારણે મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.