ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન કોરોના સંક્રમિત થયા
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન કોરોના પોઝિટિવ થયા છે.આ મહિનાના અંતમાં તેઓ બિઝનેસ ટૂર કરવાની સાથે-સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે યુએસ જવાની યોજના બનાવી રહ્યા છે.આ સિવાય તેઓ આવનારા સપ્તાહમાં કેટલીક મહત્વપૂર્ણ રાજકીય જાહેરાત કરવાના હતા. તેમણે કહ્યુ કે હુ વ્યક્તિગત રીતે આ કાર્યક્રમોમાં રહેવાથી ચૂકી જઈશ,પરંતુ ટીમની સાથે સંપર્કમાં રહીશ.આ યોજનાઓમાં સરકારનો વાર્ષિક બજેટ જારી કરવા અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઓછુ કરવાનુ પ્લાનિંગ સામેલ છે.જેસિન્ડા આર્ડર્ન સંપૂર્ણ વેક્સિનેટેડ છે પરંતુ તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડના પોઝિટીવ મળ્યા બાદ તેઓ પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગઈ.જેઓ હોમ આઈસોલેશનમાં છે. ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય નિયમો હેઠળ કોરોના પોઝીટીવ લોકોએ સાત દિવસ માટે આઈસોલેટ થવુ એટલે તેમના ઘરમાં કોઈ વ્યક્તિ પોઝીટીવ આવ્યા તો આર્ડર્ન કહ્યુ કે તેમણે શુક્રવારની રાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો અને બાદમાં શનિવારે તેઓ કોરોના પોઝીટીવ થઈ ગયા.