
ન્યૂઝીલેન્ડના નવા પ્રધાનમંત્રી ક્રિસ હિપકિન્સ બનશે
કોરોના મહામારી સામે ન્યૂઝીલેન્ડની લડાઈનું નેતૃત્વ કરનારા ક્રિસ હિપકિન્સ દેશના નવા વડાપ્રધાન બનશે.ત્યારે આગામી કોકસની બેઠકમાં હિપકિન્સને નવા નેતા તરીકે જાહેર કરવામાં આવી શકે છે.પ્રથમવાર 2008માં લેબર પાર્ટી માટે સાંસદ તરીકે ચૂંટાયેલા 44 વર્ષીય હિપકિન્સ નવેમ્બર 2020માં કોરોના માટે મંત્રી નિયુક્ત થયા બાદ મહામારી વિરુદ્ધ સરકારની પૂરજોર લડાઈ માટે વખણાય છે.આમ હિપકિન્સ વર્તમાનમાં પોલીસ,શિક્ષણ અને જાહેર સેવા મંત્રી હોવાની સાથે ગૃહના નેતા પણ છે.આમ ન્યૂઝીલેન્ડની લેબર પાર્ટીનો કાર્યકાળ આ વર્ષે સમાપ્ત થઈ જશે ત્યારે દેશમાં આગામી 14 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.